Welcome to Market On Click  Login  or  Register
Market On Click

post ads

Post Ad

search me

Search Me

exhibition

Exhibition

events

Events

entertainment

Entertainment
સોનિયા ગાંધીનું એલાન, 'લોકપાલ માટે લડી લઈશું

લોકપાલ બિલ મુદ્દે સરકારની કવાયતથી નિરાશ થયેલા અણ્ણા હજારેએ મંગળવારે કહ્યું છે કે ૨૭ ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી તેઓ ઉપવાસ કરશે. ત્યારપછીના ત્રણ દિવસ સુધી જેલ ભરો આંદોલન થશે. રાલેગણ સિદ્ધિમાં અણ્ણાએ પત્રકારોને કહ્યું હતું કે ‘હું ૨૭,૨૮ અને ૨૯ ડિસેમ્બરે મુંબઈમાં ઉપવાસ કરીશ. પછી ૩૦ ડિસેમ્બરથી ત્રણ દિવસ સમગ્ર દેશમાં જેલ ભરો આંદોલન થશે. બીજી બાજુ સોનિયા ગાંધીએ આગ્રહ કર્યો છે કે, વિપક્ષ અને અણ્ણા હજારેએ લોકપાલ બીલને સ્વીકારી લેવું જોઈએ.

યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પ્રથમ વખત દ્રઢતાપૂર્વક લોકપાલ બીલ અંગે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. બુધવારે સવારે તેમના નિવેદનને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ વાંચી સંભળાવ્યું હતું. જેમાં સોનિયા ગાંધી દ્વારા કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા લોકપાલ બિલની હિમાયત કરવામાં આવી હતી.ત સોનિયાએ કહ્યું હતું કે, વિપક્ષ અને ટીમ અણ્ણાએ બીલનો સ્વીકાર કરી લેવો જોઈએ. કેબિનેટ દ્વારા ખૂબ જ મજબુત લોકપાલ બીલ પસાર કરવામાં આવ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, ખાદ્યાન્ન  સુરક્ષા બીલ સ્વપન સમાન છે. તેને પૂરું કરવામાં આવશે જ.

આગામી વર્ષે જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તે પાંચ રાજ્યોનો હું પ્રવાસ કરીશ. ત્યાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએની કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રચાર કરીશ.’ અણ્ણાએ આરોપ મૂક્યો કે ‘અસરકારક લોકપાલ બિલ અંગે સરકારના ઈરાદા પર તેમની શંકા યથાવત્ છે. સરકાર લોકોની લાગણીને અવગણી રહી છે.

સામાન્ય લોકોનું જીવન ભ્રષ્ટાચારને કારણે બદતર થઈ ગયું છે, પરંતુ સરકાર આંધળી થઈ ગઈ છે. તે લોકોની સમસ્યાઓ સાંભળવા કે જોવા નથી માગતી. હવે સરકાર તેના રસ્તે જશે અને હું મારા રસ્તે. મેં નિર્ણય કરી લીધો છે કે જ્યાં સુધી મારું જીવન છે ત્યાં સુધી હું લડતો રહીશ.’

હજારેએ ત્યાં સુધી કહી દીધું કે ગમે તે બિલ લાવો, પરંતુ ભ્રષ્ટાચાર દૂર કરો. ઉત્તરાખંડમાં રાજ્ય સરકારે સારો લોકાયુકત કાયદો લાવ્યો છે, પરંતુ કેન્દ્ર તેને મંજુરી નથી આપી રહી. તેના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે તેની દાનતમાં જ ખોટ છે. અણ્ણાના સહયોગી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે મુંબઈમાં અણ્ણા ઉપવાસ કરશે.

સિટિઝન ચાર્ટરથી અણ્ણા કેમ નારાજ છે

- અણ્ણા હજારેએ વડાપ્રધાને લેખિત ખાતરી આપી હતી કે સિટિઝન ચાર્ટરને લોકપાલ બિલ હેઠળ જ આવરી લેવાશે
- તેને બદલે સરકારે અલગથી બિલ રજુ કરી દીધું છે. તેની જોગવાઈઓથી અણ્ણા નારાજ છે
- અણ્ણા કહે છે કે સરકારે જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેનાથી લોકોને રાહત નહીં મળે. તેનાથી સમસ્યા નહીં ઉકેલાય
- લોકોને દરેક સ્તર પર ૩૦-૩૦ દિવસ સુધી રાહ જોવી પડશે. વ્યવસ્થાનું કેન્દ્રીયકરણ કરી દેવાયું છે. રેશન કાર્ડ માટે તમારે દિલ્હી સુધી જવું પડશે

લોકપાલ બિલમાંથી સીબીઆઈની બાદબાકી, કેબિનેટની મંજુરી

કેન્દ્રીય કેબિનેટે મંગળવારે મોડી રાત્રે લોકપાલની રચના માટેના ઐતિહાસિક બિલને મંજુરી આપી દીધી છે. તેને બંધારણીય દરજજો અપાયો છે. અણ્ણા હજારેની માગણીને ફગાવી દઈને કેબિનેટે લોકપાલમાંથી સીબીઆઈને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાનને અનેક શરતો સાથે લોકપાલ હેઠળ આવરી લેવાયા છે. બિલ ગુરુવારે સંસદમાં રજુ કરાશે.

વડાપ્રધાન મનમોહનસિંઘની અધ્યક્ષતા હેઠળ મંગળવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની ૭૦ મિનિટની વિશેષ બેઠકમાં ૬૦થી વધુ સુધારા સાથે બંધારણીય (સુધારા) બિલના મુસદ્દાને મંજુરી આપી દેવાઈ. લોકપાલમાંથી સીબીઆઈને બાકાત રાખવામાં આવી છે. આ સાથે જ તપાસ એજન્સીમાંથી ડિરેકટોરેટ ઓફ પ્રોસિકયુશનને પણ અલગ ન કરવાનો નિર્ણય લેવાયો છે. સિંઘે આ દરમિયાન મંત્રીઓને બિલની જોગવાઈઓના મુદ્દે ગુપ્તતા જાળવવા કહ્યું છે. તેમને કહેવાયું છે કે જ્યાં સુધી બિલ સંસદમાં રજુ ન થાય ત્યાં સુધી તેની જોગવાઈઓ જાહેર ન કરવી.

મુસદ્દાની કેબિનેટ નોટને પર્સોનેલ બાબતોના મંત્રાલયે સોમવારે રાત્રે આખરી ઓપ આપ્યો હતો અને વડાપ્રધાનને મોકલી આપી હતી. ત્યાંથી તેને લીલી ઝંડી અપાઈ હતી. ગૃહમંત્રી પી. ચિદમ્બરમ, કાયદામંત્રી સલમાન ખુરશીદ, ટેલિકોમમંત્રી કપિલ સિબ્બલ અને પર્સોનેલ બાબતોના રાજ્યમંત્રી વી. નારાયણસામીએ મુસદ્દાને આખરી ઓપ આપવા માટે વિવિધ સ્તર પર મળેલાં સૂચનો અંગે વિચારણા કરી હતી. નવું બિલ રજુ કરવાની સાથે જ ઓગસ્ટમાં રજુ કરાયેલું વર્તમાન લોકપાલ બિલ પાછું ખેંચી લેવાશે.

- ૭૦ મિનિટમાં કેન્દ્રીય કેબિનેટે ૬૦થી વધુ સુધારા સાથે નવા મુસદ્દાને લીલી ઝંડી આપી
- વડાપ્રધાનને અનેક શરતો સાથે લોકપાલ હેઠળ આવરી લેવાયા
- ગુરુવારે લોકસભામાં બિલ રજુ કરાશે
- સીબીઆઈને લોકપાલ હેઠળ લાવવાની અણ્ણા હજારેની માગણીને ફગાવી દીધી

લોકપાલ બિલની મુખ્ય જોગવાઈ

બંધારણીય દરજજાયુકત લોકપાલમાં ચેરમેન સહિત કુલ નવ સભ્યો હશે અને તેનો પાંચ વર્ષનો કાર્યકાળ રહેશે. લોકપાલ જાતે કોઈ કેસની તપાસ નહીં કરે. ફરિયાદ આવશે તો જ કાર્યવાહી.

- લોકપાલના ચેરમનની પસંદગી ચાર સભ્યોની સમિતિ કરશે જેમાં વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, લોકસભામાં વપિક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કે તેમના નોમિની એવા સુપ્રીમ કોર્ટના જજનો સમાવેશ રહેશે
- વડાપ્રધાનને કેટલીક શરતો સાથે લોકપાલ હેઠળ લવાશે. આંતરરાષ્ટ્રીય સંબંધો, પરમાણુ ઊર્જા, અવકાશ, આંતરિક અને બાહ્ય સુરક્ષાને તપાસના દાયરામાંથી બહાર રખાયા છે. વડાપ્રધાન સામે કોઈપણ ફરિયાદ પર તપાસનો નિર્ણય સમગ્ર બેન્ચ કરશે. તેમાં ત્રણ ચતુર્થાશ સભ્યોની સંમતિ જરૂરી.
- આરંભિક તપાસ લોકપાલના તપાસ વિભાગના ડાયરેકટરની આગેવાનીમાં થશે.
- સીબીઆઈ મારફતે પણ આરંભિક તપાસ કરાવી શકાશે. આરંભિક તપાસ ૯૦ દિવસમાં પૂરી કરવાની રહેશે. મંજુરી સાથે મહત્તમ ૧૮૦ દિવસ.
- સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ, ભૂતપૂર્વ જજ અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિ જ ચેરમેન બની શકશે.
- સીબીઆઈ લોકપાલના નિયંત્રણ હેઠળ નહીં રહે. સીબીઆઈને મોકલાયેલી ફરિયાદોની તપાસની દેખ-રેખની સત્તા રહેશે.
- સંસદના બન્ને ગૃહના અધ્યક્ષ કે સાંસદ સામે ૧૦૦થી વધુ સભ્યોની સંયુક્ત ફરિયાદ થશે તો ઈિમ્પચમેન્ટની કાર્યવાહી.
- કેમેરા સમક્ષ તપાસ થશે. જો કોઈ ફરિયાદ ફગાવી દેવાય તો તેના રેકોર્ડ જાહેર નહીં થાય.
- લોકપાલને દરોડા પાડવાની અને દસ્તાવેજો જપ્ત કરવાની સત્તા રહેશે. આ માટે લોકપાલ કોઈપણ એજન્સીનો ઉપયોગ કરી શકશે.
- ૫૦ ટકા સભ્યો કાયદાકીય પૃષ્ઠભૂમિવાળા હશે. બેન્ચ અને સર્ચ કમિટીમાં એસસી-એસટી, ઓબીસી, લઘુમતીઓ અને મહિલાઓને ૫૦ ટકા અનામત.
 
હવે શું થશે : ૨૭,૨૮,૨૯ ડિસેમ્બરે મુંબઈમાં ઉપવાસ કરશે. ત્યારબાદ ૩૦, ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીએ જેલ ભરો આંદોલન કરશે.

ઉ. પ્ર., પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર ગોવામાં  ચૂંટણી યોજાવાની છે ત્યાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરશે.