Welcome to Market On Click  Login  or  Register
Market On Click

post ads

Post Ad

search me

Search Me

exhibition

Exhibition

events

Events

entertainment

Entertainment
ટીમ ઈન્ડિયાનું મનોબળ તોડવા ઓસ્ટ્રેલિયામાં 'ડર્ટી ગેમ'

વરસાદના કારણે સીએ ચેરમેન ઇલેવન સામેની ત્રણ દિવસીય મેચને પડતી મૂકવાનો ભારતીય ટીમે નિર્ણય કરી લીધો હતો તેવા ઓસ્ટ્રેલિયન મીડિયામાં પ્રસ્તુત થયેલા અહેવાલથી ધોની અને તેના સાથીઓ ચકિત થયા હતા. આ અહેવાલ અંગે ભારતીય ક્રિકેટરોને હસવા સિવાય કશું આવ્યું નહોતું કારણ મીડિયાનો અહેવાલ બિનપાયાદાર હતો.

ભારતીય ટીમના મીડિયા મેનેજર વાલિયાએ જણાવ્યું હતું કે આ અહેવાલ સદંતર ખોટા  છે અને તેમાં કોઇ સત્યતા નથી. વરસાદ ક્રિકેટનો એક ભાગ છે અને માત્ર વરસાદના કારણે તમે કોઇ એક સ્થળને છોડીને બીજા સ્થળે જઇ શકતા નથી.

અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય ટીમ સાથે આવેલા કોઇ વ્યક્તિએ મીડિયા કર્મચારીઓને માહિતી આપી હતી કે ખેલાડીઓ પ્રેક્ટિસ માટે મેલબોર્ન જઇ શકે છે. વાલિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય ટીમ સાથે  આવો કોઇ રહસ્યમય વ્યક્તિહોય તેવું હું જાણતો નથી. તેમ છતાં ભારતીય ટીમે આ બાબતનો ભરપૂર આનંદ માણ્યો છે.