Welcome to Market On Click  Login  or  Register
Market On Click

post ads

Post Ad

search me

Search Me

exhibition

Exhibition

events

Events

entertainment

Entertainment
'પ્રામાણિક' ગુજરાતીઓ કેન્દ્રની તિજોરી છલકાવવામાં સૌથી આગળ

ડાયક્ટ ટેક્સ કલેકશન ભરવામાં દેશમાં ગુજરાત નંબર વનની પોઝીશન પર રહ્યું છે. ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં બમણો ટેક્સ રજીસ્ટર્ડ થયો છે. અર્થતંત્રનો વિકાસ ધીમો પડ્યો હોવા છતાં દેશમાં ગુજરાત ડાયરેક્ટ ટેક્સ ભરવામાં આગળ રહ્યું છે.

ઉદાહરણ તરીકે જણાવીએ તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કમિશનરની 5 ઓફિસોના ડાયરેક્ટ ટેક્સ કોડના કલેકશનમાં 150 ટકાનો ઉછાળો નોંધાયો છે. જેમાં વાસણા, પાલડી, નવરંગપુરા, બાપુનગર અને સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થયો છે.

એપ્રિલ થી 17મી ડિસેમ્બર, 2011 દરમ્યાન ટેક્સ કલેકશન રૂપિયા 172.6 કરોડનું થયું છે, એટલે કે 153.9 ટકાનો વધારો નોંધાયો છે. તેની સરખામણીમાં અગાઉના વર્ષેમાં 69.4 કરોડનું ટેક્સ કલેકશન થયું હતું.

ગુજરાતમાં ફક્ત શહેરોનો ફાળો જ અગત્યનો નથી પરંતુ ગ્રામીણ વિસ્તારોમાંથી પણ મોટાપાયે ટેક્સ આવ્યો છે. તેની સાથો સાથ ગુજરાતના ટેક્સ કલેકશનમાં ફાર્મા, ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરીની સાથે હેલ્થ સેકટરનો પણ અગત્યનો ફાળો રહ્યો છે. તેનું મુખ્ય કારણ ટેક્સ ભરવાને લઇને જાગૃતી છે તેમ ગુજરાતના ચીફ ઇન્કમટેક્સ-1 કમિશનર આર.એન.ત્રિપાઠીએ કહ્યું હતું.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની બાબતમાં 2010-11માં ગુજરાતે રૂપિયા 17782.50 કરોડનો ટેક્સ ચૂકવ્યો, તેની સરખામણીમાં 2009-10માં 15239.70 કરોડ ચૂકવ્યો હતો. ચાલુ વર્ષ દરમ્યાન ડિપાર્ટમેન્ટનો ટાર્ગેટ રૂ.23363નો હતો.

રાજ્યમાં ટોપ 10 કોર્પોરેટ ટેક્સ ચૂકવનાર
કંપની-----------ટેક્સની રકમ (કરોડમાં)
એક્સિસ બેન્ક---------662
જીએસપીસી----------135
જીએસએફસી---------115
ટોરેન્ટ પાવર----------91
ફ્લોરોકેમિકલ્સ---80
મુન્દ્રા પોર્ટ ---70
જીએમડીસી----------62
જીએસપીએલ---------43
જીએનએફસી----------37
બિલાગ ઇન્ડ્સ્ટ્રીઝ-------34
અરવિંદ-------------25
ફેગ બિઅરિંગ્સ----24
ટોરેન્ટ ફાર્મા----20
એએઆઇ એન્જિનિયરિંગ-20
સિન્ટેક્સ-20

CCIT પ્રદેશ --કોર્પોરેટ ટેક્સ---ઇન્કમટેક્સ----કુલ(અન્ય ટેક્સ-રિફંડનો સમાવેશ)---અગાઉનું વર્ષ---વધારો(%)
અમદાવાદ--------9315.4--------5364.1-------14701.2--------------------11474-----------28.1
બેંગ્લોર----------9684.7---------10198--------29921.9--------------------26052.9---------14.9
હૈદ્રાબાદ---------11672.2-------4701.8-------16402.7---------------------14801.3---------10.8
ચેન્નાઇ----------15161.2-------7487.7-------22702.6---------------------19558.3---------16.1
કોલકત્તા--------10414.6--------4052.9-------14520.5---------------------13465-----------7.8
મુંબઇ-----------69630.5-------27157.3-----100836.1--------------------99232.1----------1.6
દિલ્હી----------31468.8--------12542.6------44102.2--------------------44462.6----------0.8
દેશમાં-----211969.6-------100004.0 ---316500.8--------------------289254.3---------9.4
(નોંધ - આંકડા કરોડમાં)

અમેરિકાના બિલથી ભારતીય કૉલ સેન્ટરોનો વાગશે મૃત્યુઘંટ?

અમેરિકન સંસદની પ્રતિનિધિ સભામાં એક વિધેયક પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જે પાસ થઈ ગયુ તો તે કંપનીઓને અમેરિકન સરકાર તરફથી ગ્રાન્ટ અને ગેરેન્ટેડ લોન મળવાની બંધ થઈ જશે, જે ભારત જેવા દેશોમાં નોકરીઓ આપી રહી છે.

'યૂએસ કૉલ સેન્ટર વર્કર એન્ડ કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ' નામના આ વિધેયકમાં બે સાંસદો ટિમ બિશપ અને ડેવિડ મેકિનલે પ્રસ્તુત કર્યું છે.
જાણકારોનું માનવું છે કે જો આ કાયદો લાગુ થયો તો અમેરિકન કંપનીઓ દબાણમાં આવીને ભારતમાં પોતાનું કામ કાતો બંધ કરી દેશે,કાતો ખાસ્સી હદ સુધી ઓછું કરી દેશે. અને તેની અસર સીધી ભારતીય કૉલ સેન્ટરમાં કામ કરી રહેલા લાખો યુવાનો ઉપર પડશે.

બિશપે બિલના સમર્થનમાં કહ્યું છે કે "આઉટસોર્સિંગ અમારી અર્થવ્યવસ્થા માટે એક આફત છે અને આંપણે બેરોજગારી દર ઓછો શા માટે નથી કરી શકતા?" અમેરિકન સરકાર સંરક્ષણવાદી આર્થિક નીતિઓની લાંબા સમયથી વકિલાત કરતી આવી છે.

અમેરિકન કોંગ્રેસમાં પ્રસ્તુત તાજા સંરક્ષણવાદી વિધયેક પસાર થઈને કાયદો બની ગયો તો અમેરિકન કંપનીઓને કૉલ સેન્ટરોમાં કામ કરી રહેલા પ્રતિનિધિઓને પોતાના સ્થાનો અંગેની સ્પષ્ટ જાણકારી આપવી પડશે. આ ઉપરાંત કૉલ સેન્ટર કર્મચારીઓને પોતાના ગ્રાહકોની કૉલ અમેરિકામાં હયાત કૉલ સેન્ટરોમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ આપવો પડશે.  

ઉપરાંત વિધેયક પ્રમાણે શ્રમ મંત્રી તે નિયોક્તાઓની યાદી તૈયાર કરશે, જે અમેરિકાથી બહાર કૉલ સેન્ટર ચલાવી રહ્યાં છે. ત્યાંજ અમેરિકન કંપનીઓને વિદેશમાં કૉલ સેન્ટર સ્થાપવાના 120 દિવસ અગાઉ જાણકારી આપવી પડશે.
 
કૉલ સેન્ટર બિલને અમેરિકાના મોટા કૉલ સેન્ટર યૂનિયન કમ્યુનિકેશન વર્કર્સ ઑફ અમેરિકાનું સમર્થન પણ પ્રાપ્ત છે, જેમાં અમેરિકામાં કામ કરી રહેલા 1.5 કૉલ સેન્ટર કર્મચારી શામેલ છે. સીડબલ્યૂએ તાજેતરમાં જ એક રિપોર્ટ પ્રકાશીત કર્યો હતો જેમાં આરોપ લગાવામાં આવ્યો હતો કે ભારત જેવા દેશોમાં આઉટસોર્સ કરવામાં આવેલા કૉલ સેન્ટરોમાં ગોટાળા-ઉચાપત રોકવા માટે અપુરતી સુરક્ષા વ્યવસ્થા છે.
 
અમેરિકાના પ્રસ્તાવિત વિધેયકના 14 અબજ અમેરિકન ડૉલરા ભારતીય કૉલ સેન્ટર ઉદ્યોગ ઉપર નકારાત્મક અસર પડવાની આશંકાઓ છે. ભારત જેવા દેશોમાં હયાત કન્વર્જિસ, ટેલિપર્ફોમન્સ અને સિટેલ જેવી મોટી અમેરિકન કંપનીઓના કામકાજ ઉપર પ્રસ્તાવીત બિલની અસર પડી શકે છે.

બીપીઓ ઉદ્યોગના જાણકારો એમ પણ માની રહ્યાં છે કે આ બીલ અમેરિકન સંસદમાં પ્રસ્તુત થઈ પણ જાય, પરંતુ તેને પાસ નહીં કરવામાં આવે. જેનપેક્ટના ઉપાધ્યક્ષ પ્રમોદ ભસીનનું કહેવું છે કે "હું એટલા માટે ચિંતામાં છું, કેમ કે અમરિકામાં ચુંટણી નજીક છે અને આવા સમયમાં ત્યાં એવા મુદ્દા ઊભા થતા રહેશે. ત્યાં આવા વિધેયક પ્રસ્તુત થતા રહે છે, પરંતુ તેમાંથી કેટલાય પાસ થતા નથી."