વાર્તાઃ 'દેસી બોય્ઝ'ની વાર્તા લંડનમાં રહેતા બે મિત્રો સિક્યોરિટી ગાર્ડ જીગ્નેશ ઉર્ફે જેરી (અક્ષય) અને બેન્કર નિક(જ્હોન)ના જીવનની આસપાસ ફરે છે. આ બંને દેસી બોય્ઝના જીવનમાં શાંતિ છે અને તેઓ જીવનની તમામ સુખસુવિધાઓ ભોગવી શકે તેમ છે. નિક બેન્કર હોવાથી તે હાઈ-ફાઈ જીવનશૈલી જીવી શકે તેમ છે. જ્હોન પોતાની ફિયાન્સી રાધિકા(દીપિકા) સાથે જીવનને માણતો હોય છે. જોકે, મંદીના વાદળો છવાઈ જતાં નિકની નોકરી છૂટી જાય છે અને હવે બંનેની જીવન દુષ્કર બની જાય છે. જેરી માટે સ્થિતિ ઘણી જ મુશ્કેલીભરી બની જાય છે, જ્યારે તેની સ્વર્ગવાસી બેનનો પતિ અને ભાણિયા વીર તેની જીવનમાં પરત ફરે છે. મંદીને કારણે જેરી નોકરી શોધતો હોય છે અને તેના જીવનમાં વીર પરત આવતા દેસી બોય્ઝના જીવનમાં પરિવર્તન આવી જાય છે. હવે, જોવાનું એ છે કે, રાધિકાને જ્યારે નિકની સાચી વાત જાણ થશે ત્યારે તે કઈ રીતે પ્રતિક્રિયા આપે છે. જેરીના જીવનમાં વીર આવતા તેની પરિસ્થિતિ કેવી થાય છે. તો તાન્યા (ચિત્રંગદા) કઈ રીતે ફિલ્મને આગળ ધપાવે છે તે જોવું રસપ્રદ છે.
સ્ટોરી ટ્રીટમેન્ટ: ફિલ્મના પ્રથમ ભાગમાં ઘણાં દ્રશ્યો પોતાની પકડ ગુમાવી દેતા હોય તેમ લાગે છે. 'દેસી બોય્ઝ' ઈન્ટરવલ પછી ફિલ્મ ધીમી ગતિએ આગળ વધે છે. અક્ષય કુમાર સિવાય દરેક પાત્રને ઘણી જ નબળી રીતે રજૂ કરવામાં આવ્યા છે. હંમેશા મૂંઝાયેલો રહેતો જ્હોન દ્વિધામાં જ હોય છે. તેને ખબર નથી પડતી તે શું કરે. એક બાજુ તે જેરીના ભાણિયા વીરને મદદ કરવા માંગતો હોય છે અને પછી તે અચાનક જ સંજય દત્તની એસ્કોર્ટ કંપનીમાં જોવા મળે છે. અક્ષય અને જ્હોન વચ્ચે પર્ફેક્ટ કોમિક ટાઈમિંગ છે. અક્ષય અને ચિત્રંગદાની કેમેસ્ટ્રી 'દેસી બોય્ઝ'ને વધારે મસાલેદાર બનાવે છે. ફિલ્મમાં સંજય દત્ત દેસી તડકો લગાવે છે. તેણે અલ્ટ્રા પાવરફૂલ પર્ફોમન્સ ભજવ્યું છે.
સ્ટાર કાસ્ટ: અક્ષય કુમાર ઘણાં લાંબા સમય બાદ જોવા મળ્યો છે. અક્ષયકુમાર ઘણી જ સરળતાથી આનંદી મૂડમાંથી લાગણીશીલ બની જાય છે. જ્હોન અબ્રાહમે પણ અક્ષય સાથે મળીને કોમેડી કરી છે. જ્હોન કરતાં પણ દીપિકાએ અસરકારક રીતે પોતાનું પાત્ર ભજવ્યું છે. ચિત્રંગદા સિંહાએ પણ પોતાના પાત્રને દિલથી ભજવ્યું છે. સંજય દત્તે પોતાના પાત્રને રમૂજી રીતે ભજવ્યું છે. ઓમી વૈદ્ય અને અનુપમ ખેર પણ સારી ભૂમિકા ભજવી છે.
ડિરેક્શન: રોહિત ધવને આ ફિલ્મથી દિગ્દર્શન ક્ષેત્રે પર્દાપણ કર્યું છે. રોહિત આશાસ્પદ ડિરેક્ટર છે. રોહિત પોતાના પિતા ડેવિડ ધવન કરતાં તદ્દન અલગ લાગે છે. રોહિત એક પ્લોટ પરથી બીજા પ્લોટ પર જતા સમયે એક ક્ષણનો પણ સમય વેડફતો નથી. તે પર્ફેક્ટ રીતે સીનને આગળ ધપાવે છે. આ વાત જાણીતા ફિલ્મમેકર પણ જોવા મળતી નથી. કેમેરા એન્ગલથી પર્ફેક્ટ રીતે સીન શૂટ કર્યા છે.
સંગીત/સિનેમેટ્રોગ્રાફી/સંવાદ/એડિટિંગઃ 'દેસી બોય્ઝ'નું ટાઈટલ સોન્ગ અને પાર્ટી સોન્ગ 'તુ મેરા હિરો' ઘણાં જ લોકપ્રિય થયા છે. સિનેમેટ્રોગ્રાફી પણ સારી છે. કેમેરા એન્ગલ્સ ઘણાં જ સારી રીતે લેવામાં આવ્યા છે. ફિલ્મમાં સંવાદો પણ સારા છે. ગ્રાફિક્સને કારણે એડિટિંગ પણ નવીનતા જોવા મળી છે.
ત્રણ હકારાત્મક-નકારાત્મક બાબતોઃ ધમાકેદાર પર્ફોમન્સ, સંગીત, સારો સ્ક્રીનપ્લે અને સિનેમેટ્રોગ્રાફી આ ફિલ્મના પ્લસ પોઈન્ટ છે. નબળી સ્ટોરીલાઈન, નબળા પાત્રો અને અસ્તવ્યસ્ત પ્રથમ ભાગ આ ફિલ્મની નકારાત્મક બાબત છે. અલબત્ત, સંજય દત્તની હાજરીને કારણે આ ફિલ્મ એક વાર તો ચોક્કસ જોવી જ જોઈએ.
બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને મીડિયામાં એશના બાળકના જન્મથી મીડિયાને દૂર રાખવાના રિપોર્ટ અંગે પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો હતો. તેઓએ આવી રિપોર્ટને દૂર્ભાવનાપૂર્ણ બતાવી હતી.
થોડા સમય પહેલાં જ રિપોર્ટ આવ્યો હતો કે, અમિતાભ બચ્ચને માહિતી અને પ્રસારણ મંત્રાલયને અનુરોધ કર્યો હતો કે, એશની ગર્ભાવસ્થાને લઈને મીડિયા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવે.
બિગ બીએ ટ્વિટર પર આ વાતને હાસ્યાસ્પદ અને દૂર્ભાવનાપૂર્ણ અને ખોટી ગણાવી હતી. બિગ બીએ ટ્વિટર પર એક સીરિઝ લગાવી દીધી હતી.
@ હા, હા મુંબઈના એક અંગ્રેજી અખબારે પૂછ્યું કે, શું મેં માહિતી અને પ્રસારણ મંત્રાલયને એશની ડિલીવરીના કવરેજથી મીડિયાને દૂર રાખવાનો આગ્રહ કર્યો છે. શું બકવાસ છે.
@ આ મીડિયા અને આઈ બીનો કેસ છે. મારો આવો કોઈ જ ઈરાદો નહોતો અને બીજું શું આઈબી મારી વાત સાંભળે ખરાં કે....
@ રાહ જુઓ...કાલે જ મને એક ટીવી ચેનલના પત્રકારનો મેસેજ આવ્યો હતો અને તેનો ઈશારો હતો કે, આ બધુ ઈલેક્ટ્રોનિક મીડિયાએ કરાવ્યું છે
@ પરંતુ...ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દર બીજા દિવસે આ પ્રકારની હાસ્યાસ્પદ, દૂર્ભાવનાપૂર્ણ અને ખોટા આરોપો મારી પર લાગતા હોય છે..
નોંધનીય છે કે, ઐશ્વર્યા રાયના આવનાર બાળકને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. જેને લઈને બચ્ચન પરિવાર ગુસ્સામાં છે. આ દરમિયાન ન્યૂઝ ચેનલ્સ પર દબાણ વધ્યું છે કે, તેઓ સેલિબ્રિટીના સંબંધમાં ન્યૂઝ આપતી વખતે કેટલીક સાવધાનીઓ રાખે.
ઐશ્વર્યાની ડિલીવરીને લઈને પાંચ નવેમ્બરના રોજ બ્રોડકાસ્ટ એસોસિયેશન ઓફ ટેલિવિઝન જર્નાલિસ્ટે એક ગાઈડલાઈન જાહેર કરી છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ગઈકાલે પોતાનો 46મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સમયે તેણે કોઈ ખાસ પાર્ટીનું આયોજન નહોતું કર્યું. પણ હા, ઘરની બહાર એકઠા થયેલા ચાહકો અને પત્રકારો સાથે વાતચીત કરીને તેમનું અભિવાદન ચોક્કસ કર્યુ હતું. ચાહકો તેના ઘરની બહાર એકઠા થયા હતા.
પોતાના નાનપણમાં તે કેવી રીતે જન્મદિવસ ઉજવતો હતો તે વિશે પૂછતા શાહરૂખે કહ્યુ હતું કે "હું નાનો હતો ત્યારે ક્યારેય મારો જન્મદિવસ નહોતો ઉજવતો. હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતો હતો અને આવી ઉજવણી પોષાય તેમ નહોતી. અમે દિલ્હીમાં ક્યારેય મારો જન્મદિવસ નહોતા ઉજવતા કારણ કે અમારી પાસે કેક લાવવાના પૈસા જ નહોતા."
શાહરૂખે આજે આ સ્થાને પહોંચવા માટે લાંબી સફર કાપી છે. આ બધુ માત્ર અભિનય પ્રત્યેના તેના જોશ અને લગનને કારણે શક્ય બન્યુ છે.
બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચની વાત કોઈથી છુપાયેલી નથી. રહી રહીને પણ આનો જીન નીકળે છે અને બોલિવૂડમાં હલચલ મચાવી દે છે.
હાલમાં જ શરૂ થયેલા મુંબઈ ફેસ્ટિવલમાં આ વખતે કાસ્ટિંગ કાઉચ વિશે સરક્યુલેટ થયેલા પુસ્તકને કારણે સનસની મચી ગઈ છે. આ પુસ્તક રીના ગોલન નામની એક યુવા લેખિકાએ લખી છે. યેરુસલેમમાં જન્મેલી અને ન્યૂ યોર્કમાં ભણેલી રીના બોલિવૂડમાં જગ્યા બનાવવા માંગે છે. તે ગીતો પણ ગાય છે અને ઘણા નાના-મોટા શો કરી ચૂકી છે.
તેણે 119 પાનાનાં પોતાના આ પુસ્તકમાં બોલિવૂડનાં એક નહીં પણ ચાર મોટા નિર્દેશકો પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાડ્યો છે. સુભાષ ઘાઈ, અનુપ જલોટા, અનીષ બઝમી અને ડોક્ટર અલી ઈરાની પર રીનાએ ફિલ્મોમાં કામ મેળવવાના બદલામાં શારીરિક સંબંધ બાંધવા માટેની વાત કરી છે. જો કે આ ચારેય ડાયરેક્ટરોએ રીનાનાં આરોપોને બકવાસ ગણાવીને નકારી દીધા છે અને કહ્યુ છે કે રીના આ અફવા માત્ર પોતાના પુસ્તકની પબ્લિસિટી માટે કરી રહી છે.
કરણ જોહર 'અગ્નિપથ'માં રિતીક રોશન લેવાના નિર્ણય પર ઘણો ખુશ થઈ રહ્યો હશે. તેની આ ફિલ્મ હજી તો આવતા વર્ષે રિલીઝ થવાની છે એ પહેલા તો તેના સેટેલાઈટ રાઈટ્સ માટે તેને 41 કરોડની કમાણી થઈ છે, જે બોલિવૂડના ઈતિહાસમાં સૌથી વધારે છે.
સૂત્રએ જણાવ્યા અનુસાર "અત્યારે 'અગ્નિપથ' બોલિવૂડમાં હોટ પ્રોપર્ટી છે. ફિલ્મના પ્રોમોને ભવ્ય રિસ્પોન્સ મળી રહ્યો છે. બધા લોકો રિતીક રોશનને લેજેન્ડરી પાત્ર વિજય દિનાનાથ ચૌહાણના પાત્રમાં જોવા માટે આતુર છે, જે મૂળ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચને ભજવ્યુ છે. આ કારણે જ ચેનલે કોઈ પણ ખચકાટ વગર 41 કરોડમાં આ ફિલ્મનાં સેટેલાઈટ રાઈટ્સ ખરીદી લીધા. એટલે સુધી કે આમિર ખાનની રીમા કાગતી ડાયરેક્ટેડ ફિલ્મ અને શાહરૂખની 'રા.વન'ને પણ આટલી રકમ નથી મળી."
હવે, રિતીકના નામે ખર્ચાયેલા આટલા નાણા ખરેખર ફાયદાકારક રહે છે કે નહીં તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. આપણે તો ફિલ્મની સફળતાની જ આશા રાખીએ છીએ.
હાલમાં જ એક સેલિબ્રિટી વેબસાઈટે બોલિવૂડ સ્ટારને થતી કમાણીનુ અનુમાન લગાડીને એક લિસ્ટ બહાર પાડ્યુ છે.
આ લિસ્ટમાં મેલ એક્ટર્સમાં શાહરૂખ ખાન અને ફિમેલ એક્ટ્રેસમાં ઐશ્વર્યા રાય બચ્ચન ટોપ પર છે. આ લિસ્ટમાં કેટલી હકીકત છે તે તો લિસ્ટ બનાવનારને જ ખબર પણ યાદીમાં જાહેર થયેલી અમુક વાતો જાણવી તમને રસપ્રદ લાગશે.
જો તમે www.celebritynetworth.comના અહેવાલો પર ભરોસો કરો તો કિંગ ખાને તેના પ્રતિસ્પર્ધીઓને પછાડીને સૌથી પહેલું સ્થાન મેળવ્યુ છે. તેની પાસે લગભગ 300 મિલિયન ડોલર છે. એટલે કે લગભગ 15 અરબ રૂપિયા. આ રકમ તેના સમકાલીન અભિનેતાઓ સલમાન ખાન, આમિર ખાન, બિગ બી અને રિતીક રોશનની અનુમાનિત રકમ કરતા ઘણી વધારે છે.
એ વાતમાં કોઈ શક નથી કે કિંગ ખાને બોલિવૂડમાં સૌથી વધારે ફિલ્મો એન્ડોર્સ કરી છે. જો કિંગ ખાનના પ્રોડક્શન હાઉસ સાથે તેની ક્રિકેટ ટીમ, રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ અને વિદેશી ટેરિટરી દ્વારા થનારી કમાણીને જોડી દઈએ તો તમને એક હેલ્થી વેલ્થી સ્ટાર મળશે.
જ્યારે બીજી બાજુ એક્ટ્રેસિસમાં એશને 35 મિલિયન ડોલર સાથે ટોપનું સ્થાન મળ્યુ છે તે તેની પ્રતિસ્પર્ધી પ્રિયંકા ચોપરા કરતા ઘણું વધારે છે. જ્યારે એશનું નામ આ લિસ્ટમાં સૌથી મોખરે આવ્યુ ત્યારે કોઈ નવાઈ નહોતી લાગી કારણ કે એશ પાસે ઘણી ઈન્ટરનેશનલ બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ છે.
More News
editor’s news
www.careeronclick.com
M Star Inc. Recently launch India's first Web Base Resume
Hollywood
હોલિવૂડમાં વોર્ડરોબ માલફંક્













