- ઈરાનના પૂર્વ પ્રમુખ મોહમદ ખતામીએ આપી ચેતવણી
- અહેમદીનેઝાદને ગમે તેમ કરાતી નિવેદનબાજી બંધ કરવા કહ્યુ
- ઈરાનના સત્તાધિશો સ્થિતિને વધુ તંગ ન બનાવે- ખતામી
- હવેથી અમેરિકાને યુદ્ધ કરવાનું ઈરાને સામેથી કોઈ બહાનું ન આપવું જોઈએ
ઈરાનના પૂર્વ પ્રમુખ મોહમ્મદ ખતામીએ ઈરાન પર અમેરિકા દ્વારા સંભવિત હુમલો કરાય તે અંગેની ચેતવણી આપી હતી. અમેરિકા દ્વારા વોશિંગ્ટન સ્થિત સાઉદી અરેબિયાના રાજદુતની હત્યા કરવાનું કાવતરૂં ઈરાને યોજ્યાનો આરોપ મુકવામાં આવ્યા બાદ ખતામીએ આ ચેતવણી આપી હતી.
ખતામીએ એક વેબસાઈટને મુલાકાત આપતા જણાવ્યુ હતુ કે આપણા રાજકીય અધિકારીઓએ સાવધ રહેવુ જોઈએ કે ઈરાન અમેરિકાને પોતાની સુરક્ષા અને જમીન પર હુમલો કરવાનું કોઈ કારણ આપી ન બેસે.
આઠ વર્ષ સુધી ઈરાનના પ્રમુખ રહ્યા બાદ ખતામીને હાલના પ્રમુખ અહેમદીનેઝાદે 2005ની ચૂંટણીમાં હરાવ્યા હતા. ત્યારથી લઈને ખતામી ઈરાનના વિરોધપક્ષના વડા છે અને તેમનો હાલના પ્રમુખ અહેમદીનેઝાદ પર આરોપ છે કે તેઓ ઉશ્કેરણીપૂર્વકના નિવેદનો કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તણાવ ફેલાવતા રહે છે.
ખતામીએ કહ્યુ હતુ કે ઈરાન સામે લડાઈ કરવાના કારણોમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલના સંજોગોમાં જો સતત વધારો થતો રહ્યો અને સત્તાધિશો આ જ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતા રહ્યા તો તેનાથી સૌથી મોટું નુક્સાન ઈરાનના લોકોને જ જવાનું છે.
તેમણે જણાવ્યુ હતુ કે ઈરાનના લોકો તેમજ તેની જમીન પર થનારા કોઈપણ સંભવીત હુમલા સામે આપણે એક થઈને ઉભા રહેવું જોઈએ પરંતુ સાથેસાથે આપણે સામા પક્ષને આપણી વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું કોઈ કારણ મળી જાય તેવું વર્તન પણ ન કરવું જોઈએ.
હાલમાં અમેરિકા-ઈરાન વચ્ચે ગરમાગરમી ચાલી રહી છે ત્યારે ઈરાનના પ્રમુખ અહેમદીનેઝાદે અમેરિકાને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે સાઉદીના રાજદૂતની હત્યાના કાવતરાંને લઈને ઈરાન પર કોઈપણ આરોપ મુકવામાં આવ્યા તો તે તેનો સખ્તાઈથી જવાબ આપશે.
editor’s news
www.careeronclick.com
M Star Inc. Recently launch India's first Web Base Resume













